કામગીરીઓ
શૈક્ષણિકક્ષેત્રે વિશિષ્ટ કામગીરી
- 18/03/1999 થી 20/11/2006 સુધી પરા ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે.
- 21/11/2006 થી 08/07/2019 સુધી ટી.જે. હાઇસ્કૂલ, મહેસાણા ખાતે ગ્રાન્ટેડ શાળામાં આચાર્ય તરીકે.
- 09/07/2019 થી 23/08/2023 સુધી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ (કડી) ગાંધીનગર શાખા સંચાલિત સરદાર વલ્લભભાઇ પટેલ વિદ્યામંદિર, સેકટર-૭ ગ્રાન્ટેડ શાળામાં આચાર્ય તરીકે.
- 24/08/2023 થી એમ.એસ. પટેલ આદર્શ વિદ્યાલય અને પટેલ હેમકોરબા ઉચ્ચત્તર વિદ્યાલય, પાંચોટ ખાતે આચાર્ય તરીકે.
- ગણિત વિષયના કર્મયોગી તાલીમમાં આર.પી. તરીકેની કામગીરી.
- બિન સરકારી કલર્ક અધિવેશનમાં વહીવટી તજજ્ઞ વક્તા તરીકેની કામગીરી.
- માધ્યમિક શિક્ષણ સંઘ સેમિનારમાં વહીવટી તેમજ શૈક્ષણિક તજજ્ઞ તરીકેની કામગીરી.
- માધ્યમિક શિક્ષણ બોર્ડ ખાતે એકમ કસોટીના વાર્ષિક કેલેન્ડર બનાવવાની કામગીરી.
- ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં વોકેશનલ એજ્યુકેશનનું વિષય માળખું નક્કી કરવા મળેલ બેઠકમાં કામગીરી.
- ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં નવી શિક્ષણ નીતિની બેઠકમાં હાજરી.
- વર્ષ : 2021ની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકની ભરતી અંતર્ગત વેરિફિકેશન માટેની કામગીરી.
- વહીવટી દર્શન, વહીવટી દર્શન–2, વહીવટી દર્શન–3, વહીવટી દર્શન–4, વહીવટી દર્શન–5, વહીવટી દર્શન–6 તેમજ ન્યાય દર્શન જેવા વહીવટી કાર્યમાં સહાયકત થતા પુસ્તકોના સંકલનકર્તા તરીકે.
- સરકારી શાળા બદલી કેમ્પ અંતર્ગત મદદનીશ તરીકેની કામગીરી.
- એસ.વી.એસ. કન્વીનર તરીકેની કામગીરી.
- 2017ની આચાર્યની ભરતી અંતર્ગત ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી.
- શાળાના વિદ્યાર્થીઓ સાથે શિક્ષકદિન નિમિત્તે રાજ્યપાલ, મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સાથે મુલાકાત.
- માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રકાશિત થતા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરની રચના અંગેની કામગીરી.
- BISAGના માધ્યમથી પ્રસારિત થતા ધોરણ-10 ના ગણિત વિષયના વર્ગોની કામગીરી.
- સરદાર વલ્લભભાઇ પટેલ વિદ્યામંદિર, સેકટર-7, ગાંધીનગરની શાળાને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર એનાયત થયેલ.
- આચાર્ય તરીકે સેવા બજાવેલ ત્રણેય શાળાઓમાં છેલ્લા 30 વર્ષમાં બોર્ડની પરીક્ષામાં સર્વશ્રેષ્ઠ પરિણામ મેળવવામાં સફળતા.
- આચાર્ય તરીકે વેકેશનમાં ધોરણ-10 ના નિઃશુલ્ક કોચીંગ વર્ગો અંગેની કામગીરી.
- આચાર્ય ભરતી અંતર્ગતની HMAT પરીક્ષામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં મેરીટમાં દ્વિતીય ક્રમાંક મેળવવા અંગેની સફળતા.